આજે પશુને એક જગયાએથી બીજી જગયાએ લઇ જવુ હોય તો કોઇ વાહન વગર શકય નથી..કદાચ તેને વધારે દુર લઇ જવાનુ હોય તો..આજે દેશમાં ઘણા મુગા પશુઓની એક જગયાએથી બીજી જગયાએ લઇ જવાની હેરાફેરી થતી હોયછે..કોઇ ધંધા માટેની હેરાફેરી કરેછે તો કોઇ કતલખાને લઇ જવા માટે હેરાફેરી કરેછે..આજે માણસોની પણ બસો ને ટ્રેનોમાં એટલી ગીરદી હોયછે કે જો આપણને જરાક સ્વાસ લેવો હોય તો પણ લઇ શકતા નથી અરે પગ પણ આપણા સરખી રીતે મુકી શકતા નથી
તેમ લોરીઓ વાળા પણ આવા ઢોરની હેરા ફેરી કરતા તેમને બેસાય કે સરખુ ઉભુ રહેવાય તેવી પણ જગયા આપતા નથી જો માણસને જેમ બસોમાં ને ટ્રેનોમાં ઉભા રહેવાની જે તકલીફ પડેછે તેવી ઢોરને પણ તકલીફ પડતી હશે પણ તે લોકો શુ કરી શકશે! કોણે કહેશે!
તેની બાજુવાળી ભેંસને કહેશે કે ઓ બેન જરાક સરખા ઉભા રહો મને ઉભા રહેવામાં તકલીફ પડેછે... આ બધુ તો ચલાવનાર ગાડીઓ વાળાને જોવાની ને સમજવાની જરુરછે..છતાય આપણે તેમની તકલીફ સમજી શકતા નથી..બસ આપણે જોઇએ છીએ કે કેમ વહેલુ પહોચાય ને કયારે હાથમાં આપણા પૈસા આવે! ગાડીઓની સ્પીડ પણ જોતા નથી કે પાછળ આપણે મુગા ઢોર ચઢાવીને જઇ રહયા છીએ..બ્મફ આવે કે રોડના ખાડા આવે તયારે તેમને કેવી તકલીફો થતી હશે! ભગવાને તેમને આપણી જેમ બે હાથ નથી આપ્યા કે તે કંઇપણ પકડીને સરખા ઉભા રહે! પશુઓને થતી વેદનાઓ ફકત તે જ સમજી શકેછે પણ કોઇને કહી નથી શકતા કે મને આ તકલીફ છે કે મને આમ થાયછે!
દુનીયામાં કોઇ જીવ સારામાં સારો હોય તો તે છે મનુષ્યનો જીવ...
જે સમજી શકેછે..વિચારી શકેછે..ને તેનુ દુ:ખ બીજાને કહી પણ શકેછે..
પણ પ્રાણીઓ ફકત તેમની આંખોમાંથી આંસુઓ પાડીને જ પોતાનુ દુ:ખ વયકત કરી શકેછે...જયારે પશુઓની આંખમાં તમને કોઇ આંસુ દેખાય તો સમજવુ કે તેને કોઇ ખુશીના આંસુ નથી પણ તેને કોઇ પડતી તકલીફના આ આંસુ છે.
છે ત્યારે કોઇ તેની પાસે ઘડીકવાર બેસનાર કે શરીરે હળવો હાથ ફેરવનાર! કોઇ જ નહી..બસ તેના નસીબે દંડાનો માર ને ભારે વજનનો ઉચકવા માટે ભાર લખાયેલો જ છે.