હું ચાહુ છુ તને કારણ કે મને તારી વાતો ગમે છે ,
વાત વાત મા ગુસ્સે થવાની તારી આદત ગમે છે .
બહુ બોલે ત્યારે તને સાંભળવુ ગમે છે ,
અને મૌનમાંય તારા મુખ ના હાવભાવ ગમે છે .
આંખોનુ અમૃત અને અધર ની મીઠાસ ગમે છે ,
હ્રદય ના રણઝણતા ધબકારમાં પ્રેમની ભાષા ગમે છે .
ખબર છે નથી પામી શકવાની તને છતાં તું ગમે છે ,
ન મળી શકે આ જન્મે તો આવતા જન્મ ની આશ ગમે છે .
બસ કલ્પના ના ઘોડા દોડાવુ ને તારો સંગાથ ગમે છે ,
મને તો હર હાલતમાં તારી યાદ ગમે છે....