"તારા માં"
ખોવાયેલો રહું છું હુ દુનિયા ની માયાજાળમાં,
તો પણ હુ રહુ હંમેશા તારામાં.
ખબર છે મને હુ નથી હકદાર પ્રશ્નો બનવામાં,
પણ તુ છો મારા હર એક જવાબોમાં.
તારો છું જેમ આકાશ નો ચંદ્રમાં,
એમ જ હુ રહું તારામાં.
ચાલ ને આજે સમાય એક બીજામાં.
જેમ સમાય દરિયો અને નદી એક બીજામાં
નારાજગી જયાજ છે મારા કામોમાં
ચાલ ને માની જાને સ્મિત બની ને મારામાં
ગિરીમાલ સિંહ ચાવડા ગીરી