કાળું ડિબાંગ આકાશ અને કલાકોથી એકધારો વરસતો વરસાદ.
શેરીઓ સૂની અને રાજમાર્ગો ઓલમોસ્ટ નિર્જન.
દૂધવાળા અને સ્કૂલ વેનનાં કર્કશ હોર્ન વગરની સવાર.
જનજીવન ઠપ્પ અને માત્ર પ્રકૃતિ સક્રિય...
બાકી બધાં જ માત્ર પ્રેક્ષક.
આખા મલક પર જાણે કુદરતનું આધિપત્ય.
એરકન્ડિશનર બંધ,
મધ્યમ ગતિએ ચાલતો પંખો. ઘરમાં પણ સાંભળી શકાતો વરસાદનો અવાજ.
આવાં સોનેરી દિવસ બે-ચાર વર્ષે એક વખત જ આવે છે,
એને મન ભરી શ્વાસોમાં ભરીએ તો જ પ્રકૃતિનો આદર કર્યો ગણાય. તેનું સેલિબ્રેશન કરીએ તે જ તેનું આભારદર્શન.
ગરમાગરમ ચા અથવા કોફીની ચૂસકી લેતાં કુદરતની આ લીલા માણજો.
આપણને સૌને આ ભીનું, કાજલઘેરું વીક મુબારક...