સ્વાર્થી દુનિયા માં
નિસ્વાર્થ દોસ્તી
શોધવા નીકળી છું
કેવી મૂરખ છું હું!
આડંબરી દુનિયા માં
નિર્વિકાર માનવી શોધવા
નીકળી છું હું
કેવી મૂરખ છું હું!
પથ્થરદિલ દુનિયા માં
કોમળ દિલ શોધવા
નીકળી છું હું
કેવી મૂરખ છું હું!
પોતાની ગરજે ઈશ્વર
બદલનાર ની દુનિયા માં
સાચો ભક્ત શોધવા
નીકળી છું હું
કેવી મૂરખ છું હું!
રંગ બદલતી દુનિયા માં
વિશ્વાસ શોધવા નીકળી
કેવી મૂરખ છું હું!