હે ચા, કાશ તું મને સાંભળતી હોત..!
તારા વિશે શું લખું! લખું જેટલું ઓછું જ પડે છે,
તારો રંગ એટલો આકર્ષે છે કે અંજાઈ જાંવ છું.
તારો એ કડક મીઠો સ્વભાવ, જેના માટે શું કહું!
કે મારુ સુખ ચેન જેની સાથે જોડાયેલું રહે છે.
જ્યારે તું ગરમ હોય છે, ને તારા પરથી નીકળતી!
એ વરાળો માં મને અપ્સરાઓનું નૃત્ય દેખાય છે.
એકજ વારમાં તો હવે મન જ નથી ભરાતું મારું
અને વારંવાર તને પામવા નો ખ્યાલ ફરતો રહે છે.
જ્યારે જોઉં છું તને એક નવો અહેસાસ રહે છે,
ક્યારેક તને ખોવા નો ડર પણ આ મનમાં રહે છે.
કપમાં ચોંટેલી તને ચાટી જવાનું મન થાય ક્યારેક,
છેલો સબળકો લઉં ને દિલ ધબકારો ચુકી જાય છે.
ભાવેશ પરમાર. આભાર