મારી જિંદગી
હિરોશિમા
કિંતું ચહેરો?
કાશ્મીરનો
મેં પ્લાસ્ટીક
સર્જરીથી મૂકયો છે!
(2)
હું
ચોર
હોત તો?
ઇશુના
હ્રદયના
રકતધારામાંથી
વહેતી દયા
ચોરી લેત
ગાંધીજીના
રકતમાંથી
સત્ય
ચોરી લેત
કાશ! હું ચોર હોત!
(3)
ઊભો રહે
માર્તંડ
આજનો દિવસ
કેવળ આજનો દિવસ
તારા સપ્તાશ્વમાંથી
મને એક અશ્વ આપ
મારે મારા સનમને
શોધવા જવું છે
એને મળીને
સભર બનીને
પાછો લાવીશ સાથે
પરત કરીશ
અશ્વ તારો. તને
વિશ્વાસ કરજે મારો
હું ય વચન.પાલક
રામની ધરાનો
માનવ છું!