મનમાં પ્રશ્ન ઊઠયો
હશે કોણ?કયાં હશે?
મેં ઘણુ ફંફોસ્યુ
ન હાથ લાધ્યું કશુંયે
જોયું. ગગને ધરાએ
નદી સાગર ગિરિપે
નજર નાંખી
ભીતર-બહાર
ના મળ્યું કો
મને ધરાપર લાવી
હેત અમરત પીવરાવી
લાગણીથી સિંચનાર કોણ?
પ્રૈમનું અંઘોળ કરાવનાર કોણ?
જીવનપથ.પર ચાલતા શીખવ્યું
જીવન દીધું જીવનઘડયું
હશે કોણ? કોણ? કોણ?
મોડી મોડી ખબર પડી કે"મા" છે!