ભારતદેશના ભાગલા પડયા તે પહેલા પાકિસ્તાન ભારતનો જ એક ભાગ કહેવાતો હતો..સાથે સાથે આપણો બીજો એક પડોશી દેશ નામે બાંગ્લાદેશ પણ ભારતનો જ એક ભાગ કહેવાતો હતો પરંતુ ભારત દેશના ભાગલા પડતા તે બંન્ને દેશ અલગ થયા એક બાંગ્લાદેશ નામે ઓળખાયો તો બીજો પાકિસ્તાનના નામે ઓળખાયો..બાંગ્લાદેશ સાથે આપણે પહેલેથી જ સારા સંબંધો રહેલા છે જયારે પાકિસ્તાન સાથે આપણને વરસોથી જ સંબંધો ખરાબ ચાલી રહયા છે તેનુ સૈથી મોટુ કારણ આપણુ કાશ્મીરછે જે તે તેનો ભાગ સમજે છે...આજે દરેક ભારતદેશવાસી જેમ કહેછે કે કાશ્મીર હમારા હૈ તેમ પાકિસ્તાનોઓ પણ ત્યા તેમજ કહેતા ફરેછે છે કે કાશ્મીર હમારા હૈ..આ હમારા હમારામાં તો કઇ યુધ્ધો થઇ ચુકયા છે પણ કોઇજ નિવેડો આવતો નથી..ચર્ચા વિચારણા રોજ બંને પક્ષે ચાલતી હોયછે..
બીજુ હમણાં કાશ્મીરમાંથી 370 ની કલમ ભારત સરકારે હટાવી લીધી તે તેના (પાકિસ્તાન) પેટમાં એક લાય બળી છે..આથી તેને ગઇ કાલથી જ આપણી સાથેના રાજકીય સંબંધો તોડી નાખ્યાછે..વાઘા બોર્ડરથી પાકિસ્તાનમાં જતી માલસામાનની આપણી ટ્રકો તેને રોકી રાખી છે..જે તે ભારત પાછી મોકલવા માગેછે...
બીજુ જયારે અટલબિહારી બાજપાઇની સરકાર હતી ત્યારે તેમને એક ટ્રેન ચાલુ કરી હતી જે દિલ્હીથી લાહોર જતી હતી કારણકે બગડેલા વરસો જુના સંબંધોમાં કંઇક સુધાર આવે પણ તેને તે પણ બંધ કરાવી દિધી..હવે આગળ તે ભારતીય ફિલ્મો પણ પાકિસ્તાનમાં રજુ નહી કરવાનું પગલુ પણ હવે ભરી દિધુછે...
ટુકમાં આપણે તેની સાથે બગડેલા ગમે તેટલા સંબંધો સુધારવા મહેનત કરીશુ પણ તે કદી સાર્થક નહિ નિવડે..કારણકે તેને બસ ગમે તે રીતે કાશ્મીર જ પોતાને જોઇએ છીએ જે ભારત કદી તેને આપવાનું નથી જ..
કદાચ ભારતનો નકશો ગમે ત્યારે બદલાશે પણ તે કયારે તુટશે તો નહી..
આજ તો ભારત આપણો છે ને આખો પણ છે કદાચ વરસો પછી આવતી નવી પેઢીઓ શુ વિચાર લઇને આવશે તે આજથી કહેવું અશક્યછે.