જમ્મુ કાશ્મીર વેડ્સ વિકાસ
યુનીઅન ટેરરિટોરીની યાદીમાં એક નામ ઔર ઉમેરાણું,
અંદરૂની સુરક્ષાના નામે!
દેશની સરકારના દબાવે!
જન્નતીય જમ્મુ-કાશ્મીર, હલવાણનું!
"કાશ્મીરમાં હવે પ્લોટ ખરીદી શકાશે!"
વોટ્સ એપ પર કો'કએ એવું ફેલાણુ.
એમના મેનીફેસ્ટોમાં જે લાખ્યુંતું, બી. જે. પી. એ. તે કરી બતાણુ.
બોલાવો! ગાંધીને બોલાવો સત્યાગ્રહ કરવા!
બોલાવો! નેહરુને બોલાવો ભાષણ આપવા!
અરે! છેવટે સરદાર પટેલને બોલાવો! કાશ્મીરથી લડાખને છૂટું થતા રોકવા!
દિલ્હીની જેમ જમ્મુ-કાશ્મીરમાં પણ, કેન્દ્ર સરકારનું શાશન ચાલવાનું!
કાશ્મીરીઓ માટે પણ, શું સારું? શું ખરાબ? કેન્દ્ર સરકારે વિચારવાનું.
ત્યાંના ભૂતપૂર્વ મુખમંત્રીઓને નજરબંદીમાં રાખ્યા! અરે! તો શું?
ત્યાંના રસ્તાઓ આર્મી-જામ કરાયા! લો! એમાં શી મોટી વાત વળી?
ત્યાંની ખબર, ત્યાંના લોકોને આપવા દેવાની આઝાદી છે ક્યાં?
પૈસા-પ્રકૃતિ, અમીરીરે-ગરીબી, ધંધાના સૌદા, હવે કાશ્મીર નિહાળવાનું.
અવિકસિત કાશ્મીર, નજોઇતા "વિકાસ" સાથે પરણવાનું.