ઘણા લોકો ને દારુ એટલે અમૃત સમાન છે ખાવા પીવાનું એક વાર ના મળે તો ચાલી જાય પણ જો દિવસમાં એક વાર તેમણે દારુ ના મળે તો તેમનો દિવસ આખો બેચેનીમાં જાય..જેમ ચા ના શોખીનોને જો એક વાર ચા ના મળે તો તેમનો પણ દિવસ નકામો જાય .
આ એક આપણી જૂની ટેવ પડેલી હોય છે..ગુજરાતમાં બધાને ખબર છે કે અહી દારૂબંધી છે.. છતોય લોકો ક્યાંથી ને ક્યાંથી પોતાને માટે દારુ શોધી લાવેછે!
આજે દુનિયાની દરેક બ્રાન્ડ ની દારુ ગુજરાત માં સહેલાથી મળી જાય છે...દેશી પીનારા તો અનેક હોયછે પણ વિલાયતી પીનારા પણ ગુજરાતમાં ઓછા તો નથી જ...
આજે દારૂની એટલી બધી હેરા ફેરી થાયછે કે તમે જલ્દી માનશો પણ નહિ!
પોલીસ રોજ દારૂની હેરા ફેરી પકડે છે પણ લાવનારા તો ગમે તે રીતે લાવીને જ રહેછે..દેશમાં સૌથી વધુ દારુ આપણા ગુજરાતમાં પીવાય છે તેમ લોકો કહેછે
આજે આવી દારૂની હેરાફેરી માટે બૂટલેગરો જાત જાતના કિમિયા વપરાતા હોય છે..ક્યારેક પોલીસ પણ આવું જાણતી નથી હોતી...
હમણાં થોડાક દિવસ ઉપર કોલેજના બે છોકરાઓને રોડ ઉપર અટકાવીને તપાસ કરી તો તેમની કોલેજ બેગમાંથી પોલીસને વિલાયતી દારૂની બોટલો મળી આવી! દૂરથી તો આપણને કોઈ કોલેજના વિદ્યાર્થીઓ જ માલૂમ પડે પણ તેમની બેગો માં દારુ હતો... આમતો આ છોકરાઓ કોઈ કોલેજના વિદ્યાર્થીઓ ના હતા પણ માત્ર તેઓ આમ રોજ દારૂની જ હેરાફેરી કરતા હતા...પણ પોલીસને તે પહેલાજ બાતમી મળી ગઈ હતી કે બે છોકરાઓ આવી રીતે તેમની બેગો માં કોઈ માટે દારૂનો સપ્લાય આ જગ્યાએ થી આ જગ્યાએ કરવાના છે..
બસ તેમની ચોંપતી નજર તેઓ જડપાઈ ગયા..ખેલ તેમનો ખલાસ.
આજે એવા લોકો પણ દારુ પીનારા છે કે તેઓ ધોળા દિવસે પણ પીતા હોય છે તેમણે તો કોઈ એવો સમય નથી કે દારુ ક્યારે પીવાય! પીને સૂઈ જનારા ઓછા છે પણ પી ને રખડનારા ઘણા હોય છે..
દારુ પકડનાર છે પણ પીને આમતેમ ફરતા લોકોને પકડનાર કોઈ નથી! એસટી બસો ના ડ્રાઇવરો પી ને ગમેતેમ પોતાની બસો હંકારે , ટ્રકો વાળા પી ને ટ્રકો બેફામ હંકારે, આથી સામાન્ય જનતાની શી સલામતી! પછી કાયદાઓની પણ કોઈ દરકાર નહી!
ઘરે પોતાના માબાપ એમ સમજે કે અમારો છોકરો કોલેજ ગયો છે, પણ બહાર તેઓ આવા કામ કરતો હોય.
બધા છોકરા એવા નથી હોતા..અમુક છોકરા તેમના ખર્ચા પાણી કરવા આવા કામ કરવા પ્રેરાય છે જે એક દુઃખની વાત છે...આવા લોકોએ પોતાના ભણતર ઉપર વિશેષ ધ્યાન આપવું જોઈએ..