તને જોતા આંખો બંધ કરી દેવાય છે...
જાણે આંખોથી જ તને પામી લેવાય..
તારી હાજરી નો તાઝા ગુલાબ જેવો અહેસાસ,
મારી લાગણીઓને સુગંધિત કરી જાય છે.
પ્રકૃતિ જાણે મહેરબાન છે,મારા પર પ્રેમ વરસવા આતુર.
બસ એવી તારા આ હોવાની અનુભૂતિથી લાગણીઓ છે ગાંડીતૂર,.
તારો સ્પર્શ નથી છતાં, રોમે-રોમમાં તારી કંપન,
એક અદ્રશ્ય દોરીથી બંધાયેલી છે આ જીવનની ગૂંથણ.
શબ્દોની જરૂર ક્યાં છે? મૌન પણ હવે બોલે છે,
જે વાત હૃદયમાં દબાયેલી હતી, તે આંખોની ભાષા ખોલે છે.
તારા વિના પ્રેમ ના અહેસાસ અધૂરા, અર્થહીન લાગે,
તું સામે છે તો જગતની દરેક ખુશી મારી પાસે જાગે.
તારી યાદોનો ઉજાસ, મારા દિવસોને સૂર્યપ્રકાશ આપે,
બસ તું રહે આમ જ મારી આસપાસ, બીજું કઈ ન ખપે.