તારા વગર નઈ રેવાતું,
પાછો આવી જાને,
તને ખબર ને આ દિલ માંડ માંડ જોડ્યું છે,
તારા વગર તો હું અધૂરી જ હતી ને,
તુ જ હતો ને તારું દિલ બીજી વાર નઈ તૂટે એ કેવા વારો,
આમ કહીને તો તુંયે મારું દિલ જોડ્યું હતું ને,
તુ પણ એના જેવો નીકળ્યો,
શું ભૂલ હતી મારી,
હા તને ગુસ્સો હતો, તો ગુસ્સો કરવો હતો ને,
નારાજ થઈ જવું હતું ને મનાવી લેત,
આવી રીતે કોલ ઈગનોર કરવાનો મતલબ શું,
પાછો આવી જાને,
નઈ ગમતું મને,
યાર બે દિવસ નારાજ રેજે બે દિવસ ગુસ્સો જ કર્યા કરજે
પણ દૂર જવુ એતો વાત નું નિરાકરણ નથી ને,
પાછો આવી જાને.