ક્યારેક નિકળે તો દોસ્ત ,
હોંકારો તો કરજે !!!
મને ય તારી રાહ છે !!!
તારો ચહેરો ,
તારો અવાજ હજુ પણ યાદ છે !!
કદાચ , ઉમરની ચાડી હશે ,
કે હશે સમયની બલિહારી !!!
પણ , એ મસ્તી અને મજા,
આજે પણ યાદ છે !!
નજરની ઓછપ
તને પણ હશે
અને
હશે મને પણ ...
પણ મિત્રતાની એ સુંગધ
આજે પણ યાદ છે !!
મહેક ઉઠે છે મન,
ઘડીઓ એ યાદ કરીને !!
ક્યાંક હશે ફરીયાદ અને
ક્યાંક હશે મિઠી યાદ !!
ક્યારેક નિકળે તો દોસ્ત ,
હોંકારો તો કરજે !!!
મને ય તારી રાહ છે !!!