વાહલા માતાપિતા,
તમારી હું લાડલી એક વહાલી દિકરી
તમે કહ્યું એવું જ મેં કર્યુ....!!!
તમને ગમે એટલે ભણવામાં હોશીયાર બન્યા
મનપસંદ મારા શોખ છોડ્યા....!!
તમને ગમે એવા જ મેં કપડાં પહેર્યા
મનપસંદ કપડાં મેં ના ખરીદ્યા....!!!
તમને ગમે એટલે ઘરમાં જ રહી
હરવાફરવાનુ ગમે તોય દિલ પર પથ્થર રાખ્યા..!!
હા માન્યું કે તમને અમારી ખૂબ ચિંતા
પણ મરી મરી ને જીવવામાં ક્યાં છે મજા...!!
સમજો મારી મનની વ્યથા....!!
આંખોમાં છે ખૂબ મોટા સપના...!!
જાણું છું હું મારી માન મર્યાદા...!!!
નહિ કરું ક્યારેય શરમિંદા...!!
ન છીનવો મારા સપના...!!
માંગું છું વિનંતી કરી ,
"જીવન જીવવા ના મૌકા...!!"
~ . ઉર્વશી રાવલ