Gujarati Quote in Thought by Harshad Patel Pij

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આજે છોકરા છોકરીઓ કોલેજ ભણી રહ્યા પછી તરત તેઓ ભણેલા પ્રમાણે તેમને સારી જોબ મળતી નથી...પછી તેઓ આમ તેમ પોતાનો કિમતી સમય બરબાદ કરતા હોયછે...નાની મોટી કંપનીઓમાં પોતાનો ભણેલ બાયોડેટા એકવાર પહોંચતો કરેછે પણ પછી તેમણે કંપની તરફથી કોઇ જ કોલ આવતો નથી...રાહ જોઇ જોઇને થાકી જાયછે..આજે આ કંપની તો કાલે બીજી કંપની આવી રીતે આંટાફેરા મારી મારીને પછી નિરાશ થઈ જાય છે...ઘણા ખોટા રવાડે ચઢી જાયછે તો ઘણા જીદગીથી હેરાન પણ થઈ જાય છે...
આવા સમયે યુવાનોના અનેરા સ્વપ્ન બજારમાં લઇને આવી છે તે કંપનીનું નામ છે zomato...જી હા આ નામથી તમે ઘણા પરિચિત હશો જ..
લાલ ટી શર્ટ, પાસે નવી કે જુની પોતાની બાઇક, પાછળ ખભે રાખેલો ઝોમાટોનો લાલ ચટાક બેગ..રોડ કે રસ્તા ઉપર હોટલો નજીક આમતેમ ફરતા ઘણા યુવકોને તમે જોયા હશે..
જી હા..આ લોકો કસ્ટમર લોકોએ આપેલા જમવાના ઓડરો લેવાનુ તેમજ સમયસર તેમનુ જમવાનુ તેમના ઘરે પહોચાડવાનું કામ કરેછે...આ પણ એક આધુનિક જમાનાની રોજગારી જ કહી શકાય..આથી ઘણા ભણેલ તેમજ અભણ યુવાનોને આવી બેરોજગારીના સમયમાં એક રોજગારી મળી રહેછે..આમાં યુવાનોની ખરી મહેનત પણ તેમના ચહેરાઓ ઉપર દેખાયછે...
પગાર..ભથ્થુ ટીપ તેમજ બીજુ ઘણુબધુ તેમને મળતુ હોયછે..ને આ લોકો ઘણા ખંતથી ને સાચી મહેનતથી આ કામ તેઓ કરતા હોયછે...
આજે આ ઝોમાટો કંપનીએ પૂરા ભારત દેશમાં તેની બ્રાન્ચો ખુલી છે..દરેક શહેર ગામ આ યુવાનો કસ્ટમર્સના બપોર તેમજ રાતના ઓર્ડરો લઇને તેમનુ જમવાનુ તેમના ઘરે સમયસર પહોચાડતા હોયછે...
આવી તો બીજી અનેક કંપનીઓ છે જે પોતાનો ધંધો જરાક અલગ ટાઇપનો હોય પણ આવા બેકાર બેઠેલા યુવાનોને રોજગારીની તકો પુરી પાડેછે...
ઘણી કંપનીઓ પોતાની પ્રોડક્ટ માટે તેમની માર્કેટીંગના ડિપાર્ટમેન્ટમાં પણ આવા યુવાનોને જોબ આપતી હોયછે..
જેમ કે..ચાની પત્તી..સોફટ ડ્રીક..નહાવા સાબુ..કપડા ધોવાનો પાવડર...જેવી અનેક ચીજોના માર્કેટીંગ માટે આવા યુવાન છોકરા છોકરીને જોબ આપતી જ હોયછે...આજે માર્કેટીંગનો ધંધો પણ ફુલ્યોફાલ્યો છે...જેમા છોકરા છોકરીઓ ઘણી કમાણી કરતા હોયછે..
ચાલો દેશમાં જેમ બને તેમ બેકારી ઓછી થાય ને તેમની કેરીયર બને તેમાં જ દેશનો વિકાસ સમાયેલો છે...

Gujarati Thought by Harshad Patel Pij : 111227955
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now