ક્યાં કહું છું હું, તારો પ્રેમ જોઈએ છે,
ક્યાં કહું છું હું, તારો ઈકરાર જોઈએ છે.
બસ એક નઝરનો મને, નઝારો જોઈએ છે.
તારા વાળની એક લટ જોઈએ છે.
તારા શ્વાસનો ગરમાવો જોઈએ છે.
તારી આંખનો પલકારો જોઈએ છે.
તારા શરીરનો મહેકાવો જોઈએ છે.
તારા દુપટ્ટાનો એક રેશો જોઈએ છે.
તારા ઝાંઝરનો ઝમકારો જોઈએ છે.
યાદોમાં મારી, તારો ઝબકારો જોઇએ છે.
જ્યાં તું હોય ત્યાંનો પડછાયો જોઈએ છે.
પૂછે ખુદા છેલ્લે, તને શું જોઈએ છે?
માંગે 'અજ્ઞાની' કબરમાં તિરાડો જોઈએ છે,
તિરાડો જોઈ સમજશે, હું કેટલો તૂટ્યો છું.
આંખમાં આસુંઓની એક, લહેર જોઈએ છે.