આજે દરરોજ દરેકના ઘરમાં દાળ ભાત બનતા હોય છે
સાથે અવનવું શાક તેમજ કચુંબર પણ હોય છે
પરંતું જો સાથે ગોળ ગોળ ઘઉની બનેલી રોટલી ના હોય તો ખાવામાં જરાય મજા ના આવે...
પરંતુ આજની વહુ કે છોકરીઓને રોટલી બનાવવી ગમતી નથી કારણ કે તે બનાવવામાં માથાકૂટ ઘણી રહેતી હોય છે..પરંતુ હવે જમાનો પણ બદલાય છે માટે હવેં જાત જાતની રસોઈ બનાવવા જાત જાતના મશીનો આવવા લાગ્યા છે..
એથી હવે ગૃહિણીઓ માટે એક ખુશ ખબર આવ્યા છે
તે છે રોટલી બનાવવા માટેનું ઓટોમેટિક મશીન.
આ મશીન એક વોશીન મશીન જેવું કામ કરે છે
જેમ વોશિન મશીનમાં પાણી પાઉડર પહેલીથીજ નાખી દેવામાં આવે છે તેમ આ મશીનમાં પણ પહેલેથી પાણી તેલ મીઠું ને ઘઉંનો લોટ નાખી દેવામાં આવે છે
ઓટોમેટિક અંદર લોટ બંધાઈ ગયા પછી બસ થોડીક જ ક્ષણોમાં ગરમ ગરમ રોટલી તૈયાર થઈ ને મશીનની બહાર નીકળે છે...
અમેરિકામાં એક ભારતીય વંશના એક ભાઈએ ઘણા સમયની મહેનત કરી ને આ મશીન બનાવ્યું છે પણ તેને બનીને ભારતમાં આવતા થોડીક વાર લાગશે...
માટે બસ જરાક થોડીક રાહ જોવી પડશે.