હે માં, તારાં ખોળામાં મને બેસાડ ને,
આનંદ લેવો છે ફરી એજ, મને બેસાડ ને...
માં શું સુગંધ છે, તારા ખોળામાં,
નથી મળતી એ, દુનિયાના બઝારમાં...હે માં
ડરતો હતો હું, જ્યારે કોઈથી જગતમાં,
છુપાઇ જતો હું, તારા નાના ખોળામાં...
હે માં....
આ કાયાથી કદાચ ના જોવું, હું સ્વર્ગને,
નરી આંખે મેં જોયું, ખોળારૂપી સ્વર્ગને....
હે માં.....