લાગ્યુ મનડું મારું આજ આ કાનજીને સંગ
લાગ્યો છે હવે મને આજ તો એનો જ રંગ.
આજ મારે રાસ રમવાનું જાણે કે એની સંગ,
આવ્યો છે ખૂબ આજ મારી મહેંદીનો'ય રંગ
નાકે નથડી પહેરી મેં તો એને હૈયે રાખી સંગ,
હાથે ચૂડલો પહેર્યો મેં તો લાલ છે એનો તો રંગ.
ફેરા ફરીશ આજ ભવોભવના હું એની જ સંગ,
ચૂંદડી ઓઢી મેં તો માથે એ કાનુડાને ગમતો રંગ.
કહી દીધું છે મેં આજ માધવને રાખ મને તારી સંગ
આ જીવનમાં નથી રહ્યો બીજો કોઈ હવે રંગ
કુંજદીપ..?