મા,
વહાલપનો વીંઝણો ઢોળ્યો 'તો તે
અમરત જીવનમાં ઘોળ્યું તું તે
સપનામાં રંગ રૂડા પૂર્યા'તા તે
હેતની હેલી વરસાવી'તી તે
સ્મિતના ફૂલડાઃ વેર્યાતા તે
વૈશાખી વાયરા મા ઝીલ્યાં'તા તે
ચાંદનીની શીતળતા આપી 'તી તે
હૂંફના તાપણા કીધાં તા તે
હામના વાવેતર કીધા'તા તે
કેમ ઉતારવા ઉપકાર કેરા ભાર?