હેં સખી...
આમ જોઇએ તો,
"અનોખીપ્રિત" તારીને મારી પણ થઇ જ ને?
પિતા સંગે પ્રિત કરી,ઉત્તમ દિકરી કહેવાઇ...
કરી પ્રિત ભાઇ સંગે,ઉત્તમ ભગિની કહેવાઇ...
પ્રિત કરી પિયુ સંગ,ઉત્તમ પતિવ્રતા કહેવાઇ...
સંતાન સંગે પ્રિત કરી,ઉત્તમ માતા કહેવાઇ...
સખા સંગે પ્રિત શું કરી,ચરિત્રહિન થઇ ગઇ???
કહી દે સખી,આ રાહ તો છે અનોખીપ્રિતની,
નથી મોહતાજ મારી સખાવત કોઇના સંદેહની..