મયંક પટેલ- વદરાડ
અણધારી આફત તો આમ આવ્યા જ કરશે,
સાવજના દીકરા એકલા જ ચાલ્યા કરશે.
બાંધ્યું છે કફન અહીં તો રણમેદાને મોતનું,
બાજી સવળી અને અવળી થયા કરશે.
મુઠી ભરી વાવશે ખેડૂત અહીં બાજરો,
સત્તાના તખ્તા પણ હવે બદલાયા કરશે.
અહિંસાની ચળવળે ગાંધીએ ગજવ્યો દેશ,
ભગત અને સુખદેવ ફરી પાક્યા કરશે.
અભિમાન ન કર હે માનવી એક ખુરશી નું,
હક માટે તો રક્ત અહીં રેડાયા કરશે.
કફન બાંધીને સૂતો છે અહીં દીકરો,
સરદાર ના રક્તમાં સરદાર પાક્યા જ કરશે.