"ધડપણ નો બળાપો "
બાળકે દાદાને પૂછ્યું
"ધડપણ એટલે શું દાદુ?"
દાદા -- 'ચા' તારી મમ્મી (દાદા ના દીકરા ની વહુ ) ને સમય મળે ત્યારે બનાવે ને ત્યારે પીવા મળે તે ધડપણ.
- 'ચા' નો કપ લેતા હાથ ધ્રુજે તે ધડપણ.
- ધ્રુજતા હાથે 'ચા' પિતા થોડી ઢોળાય ને જાતે પોતું મારવું પડે નય તો તારી મમ્મી રાડું નાખશે તે ધડપણ.
- સવારમાં નાસ્તો કરવાનું બંધ થાય તે ધડપણ.
- નાહી ધોઈને તૈયાર થઈને બહાર વહ્યું જવાનું ને જમવા ટાણે ઘેર આવાનું તે ધડપણ.
- બપોરે જમીને સૌથી ઉપર પતરા વાળીને પંખા વગર ની રૂમમાં 4 વાગીયા સુધી ઊંધ આવે કે ના આવે પડ્યું રેવાનું તે ધડપણ.
- ને પછી નીચે ઉતરીને બહાર જતા હોઈયે ત્યારે નીચે છોકરા ને તેની મમ્મી નાસ્તો કરતા હોય પણ જોઈને રાજી થવાનું ને પેટ ને મનાવી લેવાનું ને સાંજ સુધી બહાર રેવાનું તે ધડપણ.
- અન્તે દાદાએ કહયું કે બેટા "ધડપણ બોવ ખરાબ છે કોઈને કરચલી વાળી ચામડી ને ધ્રુજતા હાથમાં રસ જ નથી સૌને લીસ્સી ચામડીમાં જ રસ છે પણ તું ચામડી ને નો જોતો હો બેટા અંદર હજી એક જુવાન દાદો જીવે છે જેને રોજ સાંજે ૫ વાગે ભૂખ લાગે છે. ?????