?પ્રતિબિંબ?
✨ ✨
ટોળાની વચ્ચેથી આજે
હુ મારી સાથે જ
લાંબા સમયે રુબરુ થયો .....
અરીસામાં જોતા કોઈ જાણીતો
ચહેરો હોવાનું ભાન થયુ...
હતુ.......
મારુ પણ અસ્તિત્વ
એ આજે જ જાણ્યું ....
✨ છે શરીર મારુ માત્ર
ને ...વિચારો મારા,
ખોવાયો હતો ....હૂં
ક્યાંક ..મારી જ
જિંદગી ના કોઈ એવા
ખૂણે ...
બસ ...
એક ઠોકર ખાતા
જ...
તૂટેલા અરીસા ના ટુકડા માં
મારુ જ પ્રતિબિંબ
જોઇ ફરી ....
એક ઉદાસી સાથે
હસી પડાયું
ને.. સહર્ષ એવું
લાગ્યું કે....
ક્યાંક હું આજે
ઘણા સમય
પછી મને મળ્યો ...
:-મનિષા હાથી