ભક્તિ કાવ્ય.......
કરું હું એવું સંપૂર્ણ સમર્પણ,
હૃદયના ફૂલ તુજને અર્પણ.
કરીશ હું મીરાં કેરી ભક્તિ તારી,
વિષને સમજી અમૃત, કરું ગ્રહણ .
આપે જો જગત તિરસ્કાર મને,
છતાં ભક્તિમાં તુજ નામ કરું ગ્રહણ .
જગતની મોહ-માયાથી રહું દૂર,
બસ, તારી ચરણરજ કરું ગ્રહણ .
હરિજન ક્યારેય ન માંગે મુક્તિ,
તારા નામે હું તો મોક્ષ કરું ગ્રહણ .
જીવન સફરની આ "રાહી" બની જોગન,
ઓ કાના ! હવે તો તું કર મુજને ગ્રહણ* .
- પરમાર રોહિણી " રાહી "