હું બની જાઉં શબ્દ,ને તુ બની જાય પંક્તિ,,
ચાલને એક કવિતા બનીએ...
હું બની જાઉં ગીત,ને તું બની જાય સૂર,,
ચાલને એક સંગીત બનીએ...
હું બની જાઉં રંગ,ને તું બની જાય પીંછી,,
ચાલને એક તસવીર બનીએ...
હું બની જાઉં પાંખડી,ને તું બની જાય પરિમલ,,
ચાલને એક કુસુમ બનીએ...
હું બની જાઉં હ્રદય,ને તું બની જાય ધબકાર,,
ચાલને એક જીવન બનીએ...
~~ તમન્ના ~~