# બાળપણમાં મારી બા મારા પર ખૂબજ ટોક ટોક કરતી અને ખૂબ ખીજાતી હતી.
● નળ ધીમે ખોલો, પાણીનો બગાડ નહીં કરવાનો, પાણી વેડફીએ તો વરૂણ દેવતા બદલો લેશે.
● જોઇએ એટલું જ થાળીમાં લો,
એઠવાડમાં અન્ન ન જવું જોઈએ. એઠવાડમાં કે ગટરમાં અન્ન જવા દેવાથી ગટરના કીડા બનશો.
● રોજ સવારે વહેલા ઊઠી નાહી ધોઈ ને સૂર્યનારાયણના દર્શન કરો અને તુલસીજી ને પાણી રેડો.
વડલાની પૂજા કરો.
પીપળાની પૂજા કરો, પાણી રેડો.
બીલી ના વૃક્ષની પૂજા કરો.
આંબળાં વૃક્ષ ને પૂજો, વંદન કરો્
● ઠામણામાં પાણી ભર્યું કે નહીં? નેવે બાંધેલા ઠામણામાં પક્ષીઓ માટે પાણી ભરો.
● લીલા શાકભાજી ની છાલ ગાય માટે જુદી રાખો.
● અરે .. કાચ ફૂટી ગયો છે, ધ્યાન રાખજે .. કચરાના ડબ્બામાં નહીં નાખીશ, પશુઓ તેમાં મોઢું નાખશે તો ..? તેના મોઢા, જીભ ને પેટમાં ચીરા પડે ...
● આ લીલા શાકભાજી ની છાલ કચરામાં કોણે નાખી?
માં મને માફ કરશો :pray_tone1:તમે અને તમારી પેઢી વધારે ભણેલી નહોતી
પણ તમે ઘરને સારા સંસ્કારોથી સ્વર્ગ બનાવી રાખ્યું.
અને અમે
ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ થઈ તમારી સ્વર્ગ-નર્કની કલ્પના ઉપર મજાક ઉડાવી ઘર તો છોડો ધરતી ને પણ નર્ક બનાવી રહ્યા છીએ