બે જોડાયેલા હાથો નું છુટા પડવું એ આમ તો વાવાજોડું જ લેખાવું જોઈએ. પવનોની એક એવી ગતિ જે જડમૂળથી ઉખાડી ફેંકે છે અને કોઈને ખબર પડતી નથી એ ઉજ્જડ જમીન પર રહી જાય છે તો વરસોથી ઓગળતી જતી એ બે જોડાયેલા હાથોની છાપ. દરિયાકિનારે બે હાથ અને ચાર આંખોએ કરેલી વાત દરિયો પોતાના ઘૂઘવાટમાં સમાવી લે છે. દરિયાનો ઘૂઘવાટ એ દરિયાકિનારાની ખામોશી નો ગુણાકાર છે જે શહેર માં દરિયાના મોજા ની ઉચાય મપાય છે ત્યાં દરિયાને કિનારે હૃદયના ઊંડાણ મપાયા છે. આવી જ એક રાતે દરિયાના મોજા ઉછળતા હતા અને વિખેરાઈ જતા હતા. પાછા પરપોટા બની જન્મ લેતા હતા દીવાદાંડી નો સેરડો પડતો હતો દૂર એક બે વ્હાણ ગુજરતા હતા એ રાતે જીવન એક ચકરાવો લઇ ગયું હતું બીજા દિવસે એ કિનારે પડેલા પગલાં પણ ભૂંસાઈ ગયા હશે પણ દરિયાની રેતી એ મારેલો ડંખ હજી જીવે છે અને એક નવા તોફાનનું એપીસેન્ટર બનાવે છે અને હું સિગ્નલ 9 પર ઉભો છું.