આજકાલ આપણા શરીરમાં અનેક નાનીમોટી બિમારીઓ દાખલ થતી હોયછે..
કયારેક તે દવાઓથી લાંબા ટુંકા સમયમાં મટી પણ જાયછે પરંતું એવી ઘણી જ બિમારીઓ એવી પણ હોયછે જે દવાઓથી પણ મટી શકતી નથી આથી માણસ તેની આખી જીંદગી એટલે કે તેના મરતા સુધી તેની સાથે રહેતી હોય છે..ને જયારે તે માણસ મરી જાયછે ત્યારે જ તેની બિમારી તેના મોત સાથે ખતમ થાયછે.
જેમ કે... ડાયાબીટીસ..કેન્સર..બીપી..એવી ઘણી બિમારીઓ એવી છે કે જે દવાઓ લેવાથી નોર્મલ થઇ શકેછે પણ તેના શરીરમાંથી કયારેય કાયમ માટે તો નીકળતી જ નથી...જયારે તેની દવા બંધ કરો એટલે પાછી તે મૂળ સ્થાને આવી જાયછે...
ખરેખર આવી બિમારીઓ જીવન જીવવા માટે એક તકલીફ રુપ બની જતી હોયછે.
ને ઘણા લોકો આવી બિમારીઓ સહન ના થવાથી વહેલા મરવાના રસ્તા પણ શોધી કાઢેછે.. પરંતું આ બધી બિમારીઓની આગળ એક એવી પણ બિમારી હોયછે કે જેને આ બિમારી થાયછે તેને તો જીવનના દરેક દિવસ દરેક પળ જીવવા અઘરા થઇ પડેછે..પણ આ બિમારી સોમાંથી ભાગ્યે જ એક ને થતી જોવા મળેછે..
દેશી ભાષામાં તેનું નામ કહીએ તો હાથે ને પગે ઉગતા લીલા ઝાડ!
તમે વિચારશો કે આ વળી કેવી બિમારી!
પણ હા આવી પણ એક બિમારી ઘણા માણસોને થતી હોયછે..
જયારે આવા લીલા ઝાડ હાથે પગે ઉગે ત્યારે હાથ પગનું વજન પણ વધી જતુ હોયછે..તેનુ ઓપરેશન શકય હોયછે પણ તે ના બરાબર કહી શકાય..કારણકે તમે તે ઝાડ કાપો એટલે કે તે થોડાક જ મહીનામાં ફરી એજ જગ્યાએ ઉગવાનું ચાલુ થઇ જાયછે...
તેનાથી ના સરખુ ખવાય, ના સરખી ઉઘ મળે, ના સરખુ ચલાય, કે ના કોઇ કપડાં બદલાય..! આખી જીંદગી એક માણસને સાથે ને સાથે જ રાખવો પડેછે, આપણી સેવા માટે..
બાંગ્લાદેશમાં રહેતો નામે અબ્દુલ કરીને એક છોકરો એક આવીજ બિમારીનો ભોગ બનેલ છે..તેને અત્યાર સુધી ચોવીસ વખત આ ઉગતા ઝાડ કપાવ્યા(ઓપરેશન) પણ પરિણામ શૂન્ય જ રહેછે..જેમ માણસની દાઢી મુછ વધેછે તેમ આ પણ એના સમયે વધતા જ જાયછે...
આનો કોઇ જ ઇલાજ કાયમ માટે મટી જાય તેવો છે જ નહી..આ શાનાથી થાયછે તે પણ આજનું વિજ્ઞાન સમજી શકતુ નથી! બસ તેનુ ઓપરેશન કરવું શક્ય છે..
આવી બિમારીથી હાથ ને પગનું વજન પણ વધતું હોયછે..જે થયા પછી હાથથી કંઇ પકડવું કે પગે ચાલવું શકય જ નથી હોતું..જેમ જાનવરોને પગની ખરી વધતી હોયછે તેમ આ પણ હાથમાં ને પગમાં વધતું હોયછે..
ખરી તો નખની જેમ કાપી શકાયછે પણ આ આમજ કપાતુ નથી માટે તેને કાપવા ઓપરેશન કરવું પડતું હોયછે. આથી માણસને તે સમયે શારીરિક વેદનાઓ પણ થતી હોયછે..
ચાલો આપણે એમ જ કહીએ કે આવી બિમારી ભગવાન આપણા દુશમનોને પણ ના આપે..પણ જેને થયું છે તે જ તેની વેદના સમજી શકેછે..