અરમાનો ની નિત્યે હોળી કરું છું,
ચુથાએલા સપનાને ઇસ્ત્રી કરું છું.!!
કેવા કેવા સબંધો નિભાવા પડે,?
તૂટેલા,અર્ધ જીવંત ભેગા કરું છું.!!
હૈયામાં ઊર્મિઓ ભીની રહી છે,
સુકાય નહિ, જળની ધારા કરું છું.!!
ઘા વાગ્યા,દાઝ્યો પણ જીવી રહ્યો છું,
ધીરજના વૈદ્યંનો મલમ બાંધી ફરું છું.!!
નમતો સૌને દિલથી જોઈ બધું હું ,
મારી સુરત નિત્યે ઉજળી કરું છું.!!
© ભરત વાઘેલા