પ્રેમમાં ન ફાયદો હોય ન કાયદો હોય
ન વાયદો હોય...
પ્રેમ તો અલાયદો હોય.,
પ્રેમમાં ન તંત્ર ન મંત્ર હોય,
પ્રેમ તો સ્વતંત્ર હોય...
પ્રેમમાં ન અંતર હોય મંતર હોય,
પ્રેમ તો છૂમંતર હોય....
પ્રેમમાં ન રગો હોય ન દગો હોય,
પ્રેમ તો સગો હોય...
પ્રેમમાં ન બધંન હોય ન સધંન હોય,
પ્રેમ તો સુગંધ હોય...
પ્રેમમાં ન ઉપવાસ હોય ન અજવાસ હોય
પ્રેમ તો સુવાસ હોય...
"દોસ્ત" આ..!! હોય પ્રેમ...