26-06-2019 જગત જનની
આપણી લાઇફ એક ટ્રેન જેવી છે એ પણ લોકલ. માંડ સ્પિડ પકડે ને ત્યાં જ બીજુ સ્ટેશન આવી જાય. કેહવા નો મતલબ એટલો જ કે માંડ થોડા દિવસ શાંતી થી ગયા હોય ત્યાં જ કોઇ સમસ્યા આવી ને ઉભી રહી જાય. જો તમે જોયુ હોય તો ઘર મા કોઇ પણ પ્રોબ્લેમ આવે ને તો "સૌથી પેહલા અને સૌથી વધારે" સોલ્યુશન ના ઓપ્શન ઘર ની ગ્રુહિણી જ આપશે ભલે તેના પર અમલ કરવો કે નહી એ બીજી વાત છે.
જ્યારે મનુષ્ય મુશ્કેલીઓ નો સામનો કરી ને થાકશે ને ત્યારે જ કેહશે કે "હે ભગવાન હવે તુ જ સંભાળ હુ થાક્યો હવે"(જોકે એને તો ખાલી ઘર જ ચલાવવા નુ હોય છે) તો જરા વિચારો જ્યારે સંસાર ને ચલાવનાર ભગવાન મુશ્કેલીઓ નો સામનો કરી ને થાકે ત્યારે કોને યાદ કરતા હશે ?
પેલી એક્શન મુવી મા જેમ વિલન ની એન્ટ્રી પડે ને એમ જ એન્ટ્રી પડી હતી પેલા રાક્ષસ મહિસાશુર ની. બ્રહ્માજી ના વરદાન નુ કવચ પેહરી એને દેવતાઓ ને એટલો ત્રાસ આપ્યો કે હજારો વર્ષો સુધી દેવતાઓ એનાથી સંતાતા ફર્યા એ પણ જંગલોમાં. એમા પણ આપણા મહાદેવ અને વરદાન આપનાર બ્રહ્માજી પણ હતા જ. અને વિષ્ણુ ભગવાન ને તો એ વિલન એ મુર્છીત પણ કરી દીધા હતા. સ્વર્ગ ના બાહુબલી એવા ઈંદ્રદેવ ને ત્યાંથી ભગાડે દીધા અને સ્વર્ગ પણ કબ્જે કરી લીધુ હતુ.
એકચ્યુલી એ ભાઇ મહિશાસુર ને થવુ હતુ અમર પણ બ્રહ્માજી એ મોં પર જ કહી દિધુ "ચલ ચલ હાલતી નો થા" પણ જન્મ ની સાથે જ તપષ્યા કરનાર ને કઇક તો આપવુ જ પડે તો કહી દીધુ કે ચલ તુ 1 નહી 2 વરદાન માંગી લે બસ ? તો એને વરદાન માંગ્યુ કે "હુ મારા શરીર ને ગમે તેટલુ વધારી-ઘટાડી શકુ" અને "મારુ મુત્યુ કોઇ સ્ત્રી ના હાથે જ થાય નહી કે કોઇ અસુર, મનુષ્ય કે ભગવાન થી" પછી તો શુ પેલો એક જ ફેમસ શબ્દ બોલવાનો અાવે "તથાસ્તુ"
વરદાન આપ્યા બાદ બધા ને લાગતુ જ હતુ કે આ મુવી મા ફક્ત વિલન જ જીતશે પણ.....
મને લાગ્યુ કે તમે વિચારતા હશો કે સ્વયંમ મહાદેવ ને હંફાવનાર ને મારવા કોન આવશે ? હવે જઇયે થોડા ફ્લેશબેક મા તો બધા દેવો એ વિચાર્યુ કે યાર ક્યાં સુધી આમ સંતાતા ફરીશુ. ક્યા સુધી આમ જંગલો મા ભટકીશુ. હવે તો ઉંઘ પણ નથી આવતી. અને થોડી ઘણી આવે તો એમા પણ એના જ સપના આવે છે.( મારી વાત કરુ તો જોરદાર એક્શન મુવી ચાલતી હોય અને વિલન પોતાનો રોફ જમાવતો હોય ત્યારે પેલુ થાય ને કે યાર સની દેઓલ હોત તો મજા આવી જાત એમ મને હનુમાનજી યાદ આવ્યા કદાચ એ હોત તો થોડો અલગ જ સીન થયો હોત )
પછી કોઇ ચતુરે વિચાર્યુ કે આપણે એક સ્ત્રી ની રચના કરીયે તો ? બધા દેવો ની શક્તિઓ એકત્ર થતા જ ત્યાં જ એન્ટ્રી પડે છે 18 હાથ વાળી જગત જનની મા અંબા ની. અને પછી એ લગભગ 9 દિવસ સુધી એની સાથે લડે છે અને 10 મા દિવસે એ મહિસાશુર નો વધ કરે છે. બસ એજ ઘટના ની યાદરુપી આપણે નવરાત્રિ મનાવીએ છીયે. જોકે આપણે રાવણ ના વધ ની યાદ મા દશેરા મનાવીએ છીએ.
સ્ત્રી.કે.નારી.એ.ભગવાન.ની.એકમાત્ર.એવી.રચના.છે.જેની.સામે.હંમેશા.પોતે.પણ.નતમસ્તક.જ.રહ્યા.છે.અને.કદાચ.આગળ.પણ.રેહશે.
કલ્કી.અવતાર.ને.જોવા.માટે.આપડે.તો.કદાચ.હાજર.નહી.હોઇએ.પણ.શુ.ખબર.ધરતી.પરના.પાપ.(ખાસ.કરી.ને.સ્ત્રી.પર.થતા.અત્યાચાર.અને.ભ્રુણહત્યા).એટલા.વધી.જાય.કે.કલ્કી.અવતાર.પેહલા.જ.માં.અંબા.ને.એમનો.બીજો.અવતાર.આ.ધરતી.પર.લેવો.પડે