પ્રણયના રાહમાં ગમતું પદર મળે ન મળે,
ફરી આ વ્રેહ હૃદયથી ઉપર મળે ન મળે.!!
વણી લો શ્વાશમાં એની યાદો તણો સાગર,
પછી એ યાદોની ભીની અસર મળે ન મળે.!!
સાગા વ્હાલાને ધરાઈને માણી લેવા દો,
એ બળતા ચેહરા એ સૂકી નજર મળે ન મળે.!!
મળી લો રાહમાં સગાઓ,કુટુંબી,દોસ્તો,
પછી એ કવેણ,એ ગુસ્સો,એ કર મળે ન મળે.!!
હસી લો આજ વિચારોમાં ગુંચવાઈ અહીં,
પછી આવ્યાને સાચો આવકાર મળે ન મળે.!!
વળાવા આવે છે એ લોકો કરશે બદનામી,
પછી સફરમાં કોઈ મુસાફર મળે ન મળે.!!
વતનની યાદથી હૈયું ભરી લાઉ વાલિદ,
'ભરત' એ યાદ પછી ઉમ્રભર મળે ન મળે.!!
© ભરત વાઘેલા