સાચો પ્રેમ કોને કહેવાય...!
એ કહેવું બહું જ સહેલું છે પણ જે તે નિભાવે છે તે જ જાણે છે કે અમારો પ્રેમ કેવો છે..
આજે જે પ્રેમ એકબીજાને થાયછે તે..લગભગ સુંદરતા ઉપર થતો હોયછે..અથવા તો જેની પાસે પૈસો..તેની પાસે પ્રેમ..
આજનો જમાનો અતિ આધુનિક છે આજે પૈસાનું ખુબજ મહત્વ હોયછે..ને પૈસો એજ પરમેશ્વર તરીકે ગણી શકાયછે..
પરંતુ જેની પાસે જરાય પૈસો નથી તો તેની પાસે જે કંઇ પ્રેમ બીજા ઉપર હોયછે તે તેનો એક ચોખ્ખો ને નિર્મળ પ્રેમ જ કહી શકાય..
વાત જાણે એમ છે કે એક છોકરાની એક છોકરી સાથે બે મહિના ઉપર સગાઇ થઇ હતી ને તેમના લગ્ન પણ થોડાક સમય પછી લેવાના હતા જ..
એવામાં પેલી છોકરીને કોઇ કારણ સર કોઇ એવી બિમારી થઇ ગઇ કે તેનો એક હાથ તેમજ બે પગ કાપી નાખવાનો વારો આવ્યો..ઓપરેશન થઇ ગયું..છોકરાને તેમજ તેના ઘરવાળાને આ વાતની જયારે ખબર પડી તો તેના ઘરવાળાએ એટલે છોકરાના માતા પિતાએ આ સગાઇ તોડી નાખવાની વાત તેમના છોકરાને કરી..ને કહ્યુ કે બેટા હવે આવી અપંગ છોકરી સાથે તારા લગ્ન નથી કરવા કોઇ બીજી આનાથી પણ તને સારી છોકરી મળી જશે..
આવી અપંગ છોકરી સાથે લગ્ન કરીને તું તારી હરીભરી જીંદગી ના બગાડીશ..
પરંતુ આ વાત છોકરાએ જરાય માની નહીં ને ઉપરથી પણ કહ્યુ કે લગન કરીશ તો ફકત આ છોકરી સાથે જ બીજી કોઇપણ છોકરી સાથે નહી..સમજ્યા
જુઓ આ છોકરાની વાતમાં પણ ખરેખર દમ છે!
છોકરો જરાક સમજુ હતો તેને વિચાર્યું કે જો હું આ સગાઇ તોડી નાખું તો મને ઘણું પાપ લાગે!
ખરેખર મારે તેની સાથે સગાઇ તોડી નાખવી ના જોઈએ બલ્કે તેની જ સાથે લગ્નના સાત ફેરા ફરવા જોઈએ..
બસ આમ વિચારીને તરત તેને તેના માબાપને જણાવી દીધું કે હું આજ છોકરી સાથે જ લગ્ન કરીશ હું તેને આખી જીંદગી સાથે પાલવીશ ને તેની દરેક સેવા મારી આખી જીંદગી સુધી કરીશ..
તો ખરેખર આ છોકરો તો ધન્ય ને પાત્ર કહેવાય..તેના દિલમાં રહેલો ચોખ્ખો ને નિર્મળ પ્રેમ એના દરેક વાકયો ઉપરથી કહી શકાય કે તે પેલી છોકરીને કેટલો સાચો પ્રેમ કરેછે..!
આજકાલ સગાઇ થયા પછી એટલે કે લગ્ન પહેલા દરેક જણ ને એકબીજાને સમજવાનો સમય મળતો હોયછે..ને આ સમયમાં તેઓ એટલા બધા નજીક આવી જતા હોયછે કે તેમને હવે છુટા પડવું જાણે અશક્ય બની જતું હોયછે..
જાણે હમ એક દુજે કે લીયે..બને હૈ.
ઘન્ય છે આવા વીર સપુતને કે તે બીજાનું દુ:ખ જાણી સમજી શકેછે..ને ધન્યછે તેના માબાપ ને પણ છે કે તેમને આવો છોકરો જન્યો છે..
આજની દુનિયામાં આવા કિસ્સા ભાગ્યે જ સાંભળવા કે જોવા મળતા હોયછે...
બસ આને કહેવાય એક સાચો પ્રેમ...