મને ગમતી સંગીત ની સુગંધ
ગીત બની ગહેકી જાઉં હું...
મને ગમતી આઝાદી ની સુગંધ
પંખી બની ચહેકી જાઉં હું...
મને ગમતી પરિશ્રમ ની સુગંધ
સફળ બની મહેકી જાઉં હું...
મને ગમતી ઈમાનદારી ની સુગંધ
પ્રમાણિકતા થી લહેકી જાઉં હું...
મને ગમતી પ્રેમ ની સુગંધ
લાગણી બની બહેકી જાઉં હું...
મને ગમતી લખાણ ની સુગંધ
વાચક બની મહેકી જાઉં હું...