કાલે ફાધર્સ ડે હતો અને મને મળવા મારો દીકરો અને વહું આવ્યા હતા.. એકપળ તો લાગ્યું કે એ મને લેવા જ આવ્યા છે.. જ્યારે એ મારી પાસે આવી ખુશીથી મને ભેટી પડ્યો ત્યારે લાગ્યું હમણાં જ બોલશે..
         'પપ્પા આજથી તમારે આ વૃદ્ધાશ્રમમાં નથી રહેવાનું ચાલો મારી સાથે આપણાં ઘરે..'
         હું વિચારોમાં હતો ને એ બોલ્યો..
         'પપ્પા આજે ફાધર્સ ડે છે ને.. એટલે તમારી યાદ આવી ગઈ.. તમારી જોડે સેલ્ફી લેવા અમે છેક અહીંયા આવ્યા છીએ..'
         આ સેલ્ફીએ માણસને કેટલો સેલ્ફીશ કરી દીધો.. એ આજે મને ખબર પડી.. 
         પછી શું મારી સાથે બે ચાર સેલ્ફી પાડી એ લોકો જતા રહ્યા.. વહુના પપ્પાને પણ ફાધર્સ ડે વિશ કરવાનું હોય કે નહીં..!
                  -મારી અંગત ડાયરીમાંથી,
                 @pareshmak..