વિખેરીને બેઠો છું બીજ પ્રેમનાં ક્યારનો,
પણ આ વાદલડી જોને ક્યાં વરસે છે...
વાટમાં ને વાટમાં તારી મેહુલા હું નદીએ પૂગ્યો,
વગર વાતે હું એની સાથે વિવાદમાં ઉતરી બેઠો...
તરસ્યો બેઠો છું,હું ક્યારનો એય નદી તારે કિનારે,
રાહ જોઉં છું,તું બે કાંઠે થાને મારી તરસ છીપાવ...
મંઝિલ હજી ઘણી દૂર છે,મારી જિંદગી ઘણી છે,
વહેલો મોડો પુગી જઈશ,પણ તરસ્યો તો નહિજ...
હું પણ જીદે ચાતક થી કઈ કમ નથી હોં નદી,
તરસ્યો ચાલી નીકળુંને એવો હું મુસાફર નથી...
-ખામોશી (રવિ નકુમ)