*આજનો શબ્દ: દરિયો*
ગગન ધરા ક્યારેય કદિ મળતાં નથી.
વિશાળતા કેટલી છતાં છળતાં નથી.
દરિયો ક્ષિતિજને આંબતો જોયો કદિ?
એકબીજાને ભેટવા ટળવળતાં નથી.
વસમી સાંજે સૂર્ય મિલનની ઝંખના,
ધસમસતાં મોજાં પાછાં વળતાં નથી.
રહસ્ય છુપું ચિક્કાર ભીની આંખોમાં,
દિલ દરિયો જોઈ પોપચાં ઢળતાં નથી.
પૂનમની ભરતી છે, ઓટની છળકપટ,
અમાસના અંધારા કદિ પ્રબળતા નથી.
-આરતીસોની©રુહાના.!
અમદાવાદ. ..