પ્રેમનો અખતરો...
સાંભળને ! રહેવું છે તારા દિલમાં, થોડી જગ્યા મળશે ?
આટલું સાંભળીને એ ગાંડી મનોમન બસ હસવા લાગી !
કેમનો જાણી શકું હું ! શું ચાલતું હશે હવે એના મનમાં !
સમજીને પણ એ નાદાન શું કામ આમ ભાગવા લાગી ?
થોડા મુંઝાયા મનમાં અમે, આતો હસતામાં ખસતું થયું !
ત્યાંતો દૂરથી છોળી બાપને લઇને આવતી દેખાવા લાગી.
અમે મરદ મૂછાળા ના હાર માનીએ તો ભાગીએ કેમના !
ચહેરા પર મક્કમતા પણ આતરડી થોડી થરથરવા લાગી.
કાં' જુવાનિયા ગમતેલી આ છોડી ? બાપુજી બોલ્યા !
સાંભળી હરખ થયો અતિ ને વાત પાકી હમજાવા લાગી.
છુપાઈ પીઠ પાછળ બાપજીની છોળી મીઠું મીઠું મુસ્કાતી,
પાકું થાય સગપણ પહેલાં, શરણાયું કાને સંભળાવા લાગી.
ઘા થયો બરડે જોરમાં, સામે મારી મૌત મને દેખાવા લાગી,
ફસાણો જબરો એમની ચાલમાં રમત હવે સમજાવા લાગી.
ઓય માં ! કરતા રાયડું ફેંકી, પછી અમે જે દોડ લગાવી !
પાછું વળી ના જોયું કોઈ દી, જુવાની જાણે ઘટવા લાગી.
ભૂલાયો અખતરો પ્રેમનો પણ એ છોળી આજ ના ભુલાઈ,
કરું વિચાર પરણવાનો માત્ર ત્યાં છોળી ફરી દેખાવા લાગી.
મિલન લાડ. વલસાડ. કિલ્લા પારડી.