વરસાદનો જવાબ..
મારા માટે તુ આમ કરગર્યા ન કર!
સાવ આડેધડ વૄક્ષો કાપ્યા ન કર!
'કાર્બન', 'ગ્રીન હાઉસ' વાત ન કર,
વાતોના વડાથી જખમ ખણ્યા ન કર!
વાદળો બનાવવા રોજ મથ્યા કરુ છુ,
તુ ઓઝોનમાં ગાબડાં પાડ્યા ન કર!
સૂકીભઠ્ઠ ધરા તો છે મારી પ્રિયતમા,
મને પ્રિયતમાથી દૂર રાખ્યા ન કર!
સમયસર આવતો રહીશ, શર્ત એટલી,
કે પ્રકૃતિ સાથે તુ ખેલ્યા ન કર!