વેકેશન પડ્યેથી રોજ સૂકા રોટલાનું એકટાણું કરીને થાકી ગયેલો ત્રીજા ધોરણમાં આવેલો ભાગ્યનો કરમાયેલો ચહેરો કેલેન્ડર સામે જોઈ એકાએક ખીલી ઉઠ્યો. "હાશ...આવતા અઠવાડિયેથી નિશાળ ખૂલી જશે, એટલે પછીથી તો ભરપેટ સારુ મધ્યાહન ભોજન મળશે..!" ભાગ્યના મનોમન બોલાયેલા શબ્દે સૂકા પવનો પણ ગેલમાં આવી ઠંડક આપતા વહ્યા..!
(ડૉ.સાગર અજમેરીની માઇક્રોફિક્શનલ સ્ટોરીઝમાંથી..)