ભૂલી જવાની વાતો યાદ ન રહે તો કેવું સારું !
યાદ રાખવાની વાતો ન ભૂલાય તો કેવું સારું !
પાનખર મહીં કદીક ક્યાંક વસંત ખીલે ને ,
અમાસની રાતે ચાંદ ક્યાંક દેખાય તો કેવું સારું !
સંગેમરમરના પત્થરને કદી વાચા ફૂટે ને ,
મુમતાઝ થઇ ઉભી કદી તાજ જુએ તો કેવું સારુ !
હું યાદો માં રોજે તને શોધ્યા કરું ને,
તું રાતે સપનામાં આવી વાતો કરે તો કેવું સારું !!!