હું ઇતિહાસ બની શકું એટલે
બુગોળ વગેરે બહુ ભણતો નથી
સસ્તામાં ભૂલી જવાય નહીં એટલે
હું મારી ભૂલોને જલ્દી સુધારતો નથી
આવી ચડું રાત્રે તો ગભરાઈશ નહીં
આ સવારે સાલું મૂડ મારુ બનતું નથી
કેમ બેઠો છું અહીં કીટલી પર વર્ષોથી
ચા પીધા પછી આપણું મગજ ચાલતું નથી
કન્ડક્ટર ક્યારનો ટિકિટ ટિકિટ કરે છે
ક્યાંની લઉં અને કેમ મને સમઝાતું નથી
પતંગની દોરીનો પિચકારી સાથે સબંધ
છોડી દે જેવો મળે, રંગ સાથે એમને બનતું નથી.
કાલે મળીએ કહી કોઈ આવ્યો ખરો
આ દોસ્ત છે કે દુશમન સમઝાતું નથી
દુનિયા તારી અને શ્વાસ ભી તારો લે
મારાથી પસ્તીનો ભાર ઉચકતો નથી.
-મહેન્દ્ર 'પ્રેમી'