સુરતવાસી હવે આનંદો...
હવે કયારેય સુરતમાં કયાંય પણ તક્ષશીલા બિલ્ડિંગ જેવા ભયાનક બનાવ કદી નહી બને...
જી..હા, હવે આવી ગઇ છે એક લાંબી લચક સીડી જે સોળમાં માળ સુધી પણ આરામથી પહોંચી શકેછે..
જર્મનીથી ખાસ આવેલી ને સુરત માટે મંગાવેલી આ લાંબી ઉચી ક્રેન (સીડી) જેની કિંમત છે આઠ કરોડ રૂપિયા..!
પણ કામ જોરદાર છે..હો
તે સોળમાં માળ સુધી ઉચી ને લાંબી થઇ શકેછે..
ઉપરથી માણસોને બેસાડીને નીચે લાવી પણ શકેછે તેમજ ઉભી કરે તો ઉપરથી ઉતરવા માટે એક સીડીનું પણ કામ કરેછે...
જર્મનીથી આવેલ સ્પેશીયલ તેનો ટેકનીશ્યન આ માટેની ટ્રેનીંગ આપણા સુરતના ફાયર બ્રિગેડના સ્ટાફને તાલીમ પણ આપી રહ્યો છે..
તેની એક ખાસ ખાસીયત એવી છે કે તે ફકત એક જ મીનીટમાં સોળમાં માળે તુરંત કોઇ વિલંબ વગર પહોંચી શકેછે..હા તેના માટે તે ઘણી જગ્યા પણ રોકી લે છે...
રેડ ને વાઇટ કલરની આ સીડી બીજી આવી બાર સીડી મંગાવવાના ઓડર ઉપર ગુજરાત સરકારની આ માટેની ચર્ચા પણ જર્મન કંપની સાથે ચાલી રહી છે..
હાલ તો ફકત ગુજરાતમાં આ પહેલી સીડી છે જે સુરત માટે મંગાવવામાં આવી છે પછી તો બીજી આવતી સીડીઓ ગુજરાતના દરેક મોટા શહેરોના ફાયર બ્રિગેડને એક એક આપવાની વાતચીત ચાલું છે...કારણકે હવે ભવિષ્યમાં પણ સુરત જેવો અગ્નીકાંડ ફરી કયાંય પણ કોઇ જ શહેરમાં ના બને..
ને હવે તો દરેક શહેરની ફાયર બ્રિગેડ આ માટે એલર્ટ અત્યારથી જ થઇ ગઇ છે...
આ જોતા હાલ તો સુરત ફાયર બ્રિગેડ આ સીડી મળ્યા પછી જરાક વધું આધુનિક બની ગઇછે તેમ કહી શકાય..
કાશ, આ સીડી સુરતનો અગ્નીકાંડ બન્યા પહેલા જ આવી હોત તો આજે ચોવીસ જીંદગીઓ મોતને ભેટી ના હોત ને સૈ પોતપોતાના ઘેર પોતાના ફેમીલી સાથે આજ હયાત હોત..કેટલા બધા એ લોકો કમનસીબ કહેવાય કે તેઓ ગભરાઇને કંઇ પણ વિચાર્યા વગર આમ જ નીચે કુદકા માર્યા ને નીચે પડીને બધાએ પોતાના જીવ આપી દીધા...તેમને એક આશા હતી કે ઉપર રહીશું તો બળી મરીશું..પણ કદાચ નીચે પડીશું તો બચી પણ જઇશું..પણ તેમની આ આશા સફળ ના થઇ..ને અધુરી રહી ગઇ..
કદાચ તેમના નસીબમાં જ આમ લખેલું હશે..જે પણ થાયછે એ વિધિના લેખ મુજબ જ થાયછે..
આપણે કોનો વાંક કાઢીશું...
બસ કુદરતને જ આમ કદાચ મંજુર હશે...તેમ માણી લેવું જ આપણા માટે યોગ્ય રહેશે...ભગવાન તેમના આત્માનો પરમ શાન્તિ આપે..તેવી આપણા સૈની દિલથી પ્રાથઁના..?