" કિકુ ના રમકડાં " ( રૂપક કથા )
- pradip parmar
રમી લીધા પછી એક બાજુ કરી દેવામાં આવતા તૂટેલા ફૂટેલા રમકડાંઓની મીટિંગ જામી. કિકુ પાસે ફરિયાદ કરવા મળ્યા હતાં બધાં.
લાગણીઓની ઓછપની ફરિયાદ....
પ્રેમમાં આવેલી ઓટની ફરિયાદ....
એક કરતાં બીજાને ચડિયાતું ગણવામાં આવે છે એની ફરિયાદ....
બીજાના આવ્યા બાદ પોતાને ક્ષણે ક્ષણે મળતી ઉપેક્ષાની ફરિયાદ....
આવી તો કેટ-કેટલીય ફરિયાદ સાંભળ્યા બાદ કિકુનો ન્યાય કરવાનો વારો આવ્યો.
કિકુ બોલ્યો, - " ઓહ સોરી,મને ખ્યાલ જ નહોતો કે આવું થઈ ગયું. પણ હવે આવું બિલકુલ નહિ થાય .
પ્રોમિસ....પિન્કી પ્રોમિસ. "
અને ત્યાં જ કિકુના પપ્પાનો અવાજ આવ્યો,
" કિકુ બેટા, ક્યાં ગયો?? જો તારા માટે નવું રમકડું લાવ્યો બેટા."
આટલું સાંભળતાની સાથે જ કિકુ મુઠ્ઠી વાળીને ભાગ્યો નવું રમકડું રમવા.
અને
તૂટેલા રમકડાં હવે સાચાં અર્થ માં તુટ્યા......