ખૂબ હાંક્યાં નાવિકે નાવ વગર હોકા યંત્રે ને
વમળમાં અટવાણી નાવ,
ને દેશ મારો કુપોષિત રહ્યો લોકશાહીનાં નામે
રાજાશાહીમાં બહુ કાળ !
દેશનાં લલાટે કેશરીયા કિરણો ઝળક્યાં ને
દિલ્હી દરબારે મોદીનો ઉદય થયો
ઉજલ્યાં ભાગ્ય મારાં દેશ નાં !
ઊંધો સૂતો દેશ મારો સપનાં બિહામણાં જોવે
હવે કરવટ શું બદલી દેશે સપનાં સોનેરી જોવે !
સોનેરી કિરણોની આભાએ દેશે આંખ ઉઘાડી
હર્ષ ઉલ્લાશથી આળશ મરડી !
દેશનાં લલાટે કેશરીયા કિરણો ઝળક્યાં ને
દિલ્હી દરબારે મોદીનો ઉદય થયો
ઉજલ્યાં ભાગ્ય મારાં દેશ નાં !
જાતપાતના વાડા તોડ્યાં ને જોયાં સપનાં
એક સમાન, સહુનો સાથ સહુનો વિકાસ
એક યોધ્ધ્યાએ બીડું ઝડપ્યું, દેશને આપું
નવી દિશા નવી ઉંચાઈ !
દેશનાં લલાટે કેશરીયા કિરણો ઝળક્યાં ને
દિલ્હી દરબારે મોદીનો ઉદય થયો
ઉજલ્યાં ભાગ્ય મારાં દેશ નાં !
મહાસત્તાઓ પણ આકર્ષાણી જોઈ પોત
નવ નેતૃત્વનું, આપ્યું માન ઉચિત
જગ જુએ નવો દોરી સંચાર, દેશ બનશે
વિશ્વ ગુરુ માનવ કલ્યાણ કાજે !
દેશનાં લલાટે કેશરીયા કિરણો ઝળક્યાં ને
દિલ્હી દરબારે મોદીનો ઉદય થયો
ઉજલ્યાં ભાગ્ય મારાં દેશ નાં !
મહેન્દ્ર પટેલ 'ક્ષિતિજ' (અભિનંદન..સુંદર રચના.. આભાર )
૨૩/૦૫/ ૨૦૧૯