“બેસ્ટ એમ્પ્લોયી ઓફ ધ યર”
આખો હોલ તાળીઓના ગળગળાટથી ગુંજી ઉઠ્યો જ્યારે માઇક પર એન્કર બોલ્યા.
“આ વર્ષનો બેસ્ટ એમ્પ્લોય ઓફ ધ યર એવોર્ડના વિજેતા છે...મિ. અનિકેત રોય..”
આ સાંભળી બીજા બધા કર્મચારીઓ તો ઠીક પરંતુ અનિકેતની ખુશીઓનો પણ કોઈ પાર ન રહ્યો, આથી આનિકેતે સહર્ષ લાગણી સાથે આ એવોર્ડનો સ્વીકાર કર્યો.
બધા કર્મચારીઓ એ અનિકેતને આ એવોર્ડ મળવા બદલ શુભેચ્છાઓ પાઠવી.
જ્યારે અનિકેત સાંજે ઘરે પરત ફર્યો ત્યારે તે અંદરથી ખુબ ખુશ હતો કે પોતાને “એમ્પ્લોયી ઓફ ધ યર” નો એવોર્ડ મળ્યો છે, પરંતુ તે જ્યારે ઘરે પહોંચ્યો તો તેનો દીકરો દિવ્યાંશ ઘરના હોલમાં રહેલ સોફામાં નારાજ થઈને મોઢું ચડાવીને બેઠો હતો. અનિકેતને જોઈને એ માત્ર એટલું જ બોલ્યો.
“પપ્પા ! આજે મારા શાળામાં પેરેન્ટ્સ મિટિંગ હતી, બધા જ વિદ્યાર્થીઓના પેરેન્ટ્સ આવ્યા હતાં, હું એક જ એવો અભાગી હતો કે મારા જ પેરેન્ટ્સ આ કાર્યક્રમમાં હાજર ન હતાં.”
આ સાંભળી અનિકેટની ખુશી ભરેલ આંખોમાં દુઃખના આંસુઓ વહેવા લાગ્યાં, અને પોતાને મળેલ “બેસ્ટ એમ્પ્લોયી ઓફ ધ યર” નો એવોર્ડ અને પ્રમાણપત્ર એક માત્ર કાગળ જેવુ લાગી રહ્યું હતું.
આનિકેતે વિચાર્યું કે પોતે બેસ્ટ કર્મચારી બનાવમાં તો સફળ રહ્યો, પરંતુ સફળ બનવાની ઘુન કે લગનીમાં એક સફળ પિતા બનવાનો મોકો ચુકી ગયો...જેનો અફસોસ તેને લાંબા સમય સુધી રહ્યો..
મકવાણા રાહુલ.એચ
“બે ધડક”