Title:- ".... એનું નામ તો જિંદગી છે."
પાંદડું તાળી પવનને આપે છે,
ઝાડ પર જાણે રાસ લાગે છે.
સ્નેહ ઓછો નથી કોઈનો પણ,
એક જણ કેમ ખાસ લાગે છે.
***************
ટેલિફોન વાયરથી બંધાયેલો હતો
પણ માણસો 'છુટ્ટા' હતા,
અત્યારે મોબાઈલ સાવ છુટ્ટો છે
પણ માણસો 'બંધાઈ' ગયા છે...
***************
સમર્પણ હોય ત્યારે જ રીસામણું શોભે છે,
પરંતુ......
રીસામણું ય રાધા નું શોભે, કૈકેયી નું નહીં.
***************
જુઠ્ઠા જે હતા તેનો સ્વીકાર થઇ ગયો.....
આપણે સાચું બોલ્યા તો આપણો શિકાર થઇ ગયો.....
***************
સંબંધ એ નથી કે કોની પાસેથી કેટલું સુખ મેળવો છો..
સંબંધ તો એ છે કે કોના વિના કેટલી એકલતા અનુભવો છો..
એનું નામ તો જિંદગીછે ...