હાર્ટ એટેક એ એક બહું મોટો જોખમી રોગ છે..આ બિમારી સાંભળીને ભલભલાના પાણી ઉતરી જાયછે..તો પુછો જેણે એકવાર આવો એટેક પહેલા આવી ગયો હોય તેને કે આવો એટેક આવે તો શું શું શરીરમાં થતું હોયછે!
આજે તો આવો એટેક નાની નાની ઉંમરે પણ આવતો હોયછે..જે હજી તેમને નાના નાના ઉગતા બાળકો ગણી શકાય...
એવું જરુરી નથી કે જેનું શરીર વધારે વજન ધરાવતું હોય તેને જ એટેક આવી શકે છે...પણ આજતો સામાન્ય શરીર ધરાવતા લોકોને પણ આજકાલ આવા એટેકો આવતા જ હોયછે જેમાં લોકો ઘણીવાર પહેલા જ એટેકે ચાલ્યા જતા હોયછે..તો ઘણીવાર બચી પણ જાયછે જે બચી જાયછે તેઓ તુરંત બાયપાસ સર્જરી કરાવી લેતા હોયછે તેમને પછી બીજો એટેક આવતા જરાક સમય લાગે છે પણ ફરી આવે છે જરુર...
વિજ્ઞાન પણ આ બાયપાસ સર્જરીમાં કોઇ ગેરન્ટી કે વોરંટી આપતું નથી કે હવે ફરી કોઇ જ એટેક બીજો નહી જ આવે...
હમણાં થોડાક દિવસ ઉપર એક પ્રાઇવેટ બસ યાત્રા માટે સુરતથી નીકળી હતી તેમાં લગભગ સત્યાવીસ પેસેન્જરો ગુજરાતી હતા જયારે બીજા થોડા ઘણા બીજી ભાષી હતા..આ બસ ગંગોત્રી જઇને પછી ગંગોત્રી ફરીને પરત ઉતરા કાશીથી આવી રહી હતી..તો રસ્તા માં બસ ડ્રાઈવરને ચાલુ બસે છાતીમાં ઓચિંતો દુખાવો ઉપડ્યો..તેને ખબર પડી ગઇ કે આ બીજું કંઇજ નહીં પણ હાર્ટ એટેકનો જ દુખાવો મનેછે..માટે પછી તેને છાતીની આવી પીડા થતી હોવા છતાં તેને સલામત રીતે પોતાની બસને મહામુશ્કેલીએ બ્રેક મારીને તેની સ્પીડ ધીમી પાડી તેમજ તેને ધીરે ધીરે ચલાવીને રોડની સાઇડ ઉપર લઇ જઇને બસને તરત બંધ કરી દીધી..બસ જેવી તેને બંધ કરી તુરંત તેને છાતીમાં ગભરામણ ચાલુ થઇ ગઇ બસ તરત એક ધીમો હાર્ટ એટેક ઓચિંતો આવી ગયો ને તરત બસમાં બેભાન થઇ ગયો..
પેસેન્જરો તેને જોયા પછી તરત સમજી ગયા કે ડ્રાઈવર સાથે આવું કંઇક બનવા પામ્યુ છે..તરત તેઓએ સ્થાનિક રહેવાસીઓને ભેગા કરીને નજીકની હોસ્પિટલમાં તેને લઇ ગયા પછી દાકતરે તપાસીને કહી દીધુ કે ડ્રાઈવર હવે જીવીત નથી...તે મૃત્યુ પામ્યો છે!
પેસેન્જરોને આ જાણીને દુ:ખ પણ થયું ને એક તરફ બીજી બાજું નાની ખુશી પણ થઇ કે જો ચાલુ બસે ડ્રાઇવરને હાર્ટ એટેક આવ્યો હોત તો બસને સાચે જ કોઇ મોટો એકસીડન્ટ થઇ જાત..
ડ્રાઇવરની ઉંમર લગભગ બેંતાલીસ વર્ષની હતી ને કદાચ તેનું નામ કંઇક ભરતભાઇ જેવું હતું ને રહેવાસી પણ ગંગોત્રીનો જ હતો...જે કાયમી આ બસનો ડ્રાઇવર હતો...
ખેર..પેસેન્જરોના નસીબ સારા નીકળ્યા કે તેઓ એક મોટા એકસીડન્ટથી બચી ગયા..
ટુંકમાં ડ્રાઇવરે પોતે જ જાણી સમજીને જ બસને સાઇડ ઉપર ઉભી રાખી દીધી હતી એટલે કે ડ્રાઇવરે પોતે જ પોતાની પરવા કર્યા વગર બધાનો જીવ બચાવ્યો કહેવાય...
સવારે ઉઠીને ગામના બજારુ ભજીયા ખાનારાઓ જરા ચેતી જાય..કારણકે બજારુ ભજીયા ચારથી પાંચ વાર એક જ તેલમાં વારંવાર તળાયછે જે તે તેલ પછી દિવેલ જેવું ઘટ્ટ બની જતું હોયછે તેથી આવા તેલ શરીરની નળીઓને જલ્દી બ્લોક કરી દે છે..
(ગામમાં લોકો કયારેક એવી વાતો કોઇના મરણ પછી કરતા હોયછે કે..પેલો ભાઇ જે હાર્ટ એટેકથી મરી ગયો તે ભજીયા ખાવાનો બહું શોખીન હતો..રોજ તેને સો ગ્રામ ભજીયા ખાવા જોઇએ...)
આજે દરેક ચીજો તેલથી બનેછે પણ જયારે તે તેલ એકથી વધું વાર કોઇ પણ બીજી ચીજ બનાવવા ઉપયોગમાં લેવાયછે ત્યારે તે તેલ શરીર માટે હાનીકારક બની જતું હોયછે..
માટે જ સારુ ખાવો ,ચોખ્ખુ ખાવ ને તંદુરસ્ત રહો...